ધોરણ ૧૦ બોર્ડ પરિણામ ૨૦૨૬
ધોરણ-10 બોર્ડ પરીક્ષા પરિણામ - 2026
| ક્રમ | વિદ્યાર્થીનું નામ | મેળવેલ ગુણ | PR | ટકાવારી |
|---|---|---|---|---|
| 1 | મહંમદ મહંમદશરીફભાઈ સુડલીયા | 536 | 94.62 | 89.33% |
| 2 | મોહંમદ હૈદર છુડલીયા | 504 | 88.7 | 84% |
| 3 | હુસેન મહંમદમુસ્તુફા માછલિયા | 499 | 87.65 | 83.16% |
| 4 | હસન મહંમદમુસ્તુફા માછલિયા | 493 | 86.37 | 82.16% |
| 5 | શબાનાબેન રસીદભાઈ આગલોડીયા | 477 | 82.77 | 79.5% |
| 6 | સંજય કનૈયાલાલ યાદવ | 464 | 79.64 | 77.33% |
| 7 | ફૌજા રીઝવાનભાઈ ચંગવાડીયા | 451 | 76.33 | 75.16% |
| 8 | સુજજદા કૌફાયતુલ્લા ચૌધરી | 438 | 72.81 | 73% |
| 9 | આમીના મોહંમદરસ મંકણોજીયા | 435 | 71.97 | 72.5% |
| 10 | ઇકરા મહંમદહારૂન માણસીયા | 426 | 69.39 | 71% |
શૈક્ષણિક ગૌરવ
ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે, 'દાદા લાધુરામ એજ્યુકેશન સેવા સમિતિ' અને 'ગુરુજી કી પાઠશાલા' દ્વારા આયોજિત 'એકલવ્ય પરીક્ષા-૨૦૨૫' માં આપણી શાળાના વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ ભાગીદારી અને શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ શાળાને 📜'સન્માન પત્ર' 📜 અને 🏆 'ટ્રોફી' 🏆 એનાયત કરવામાં આવ્યા છે.
આ સાથે શાળાના આચાર્યશ્રી મોહંમદસાહીલ જી. ઘોરી ને પણ તેમની વિશેષ સેવાઓ અને કુશળ માર્ગદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ભવ્ય સફળતા બદલ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ, મહેનતુ શિક્ષકો અને સહકાર આપનાર વાલીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન ! આપણો આ સંયુક્ત પ્રયાસ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે.
મૌલાના આઝાદ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026
🏏 વિદ્યાલક્ષી પ્રાથમિક શાળાનો ભવ્ય વિજય! 🏏
આંતર શાળાકીય મૌલાના આઝાદ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આપણી શાળાની ટીમે અદભૂત પ્રદર્શન કરી સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે!
મેચની હાઈલાઈટ્સ :
🎉 ટોસ : શાળાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
📊 સ્કોર : ટીમ દ્વારા ૫૯ રનનો સન્માનજનક સ્કોર બનાવવામાં આવ્યો હતો. જે આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીનો સૌથી વધુ છે.
🔥 બોલિંગ : સામેવાળી ટીમને માત્ર ૧૩ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી.
🌟 સ્ટાર પ્લેયર : ખલીલ અહેમદ સૈયદએ શાનદાર પ્રદર્શન કરતા ૩૫ રન બનાવ્યા અને ૩ વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો.
આ ઐતિહાસિક જીત માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ! હવે ટીમ સીટી હાઇસ્કુલ સામે સેમી ફાઈનલ મેચ રમશે.
કલા મહોત્સવ - ૨૦૨૫
જી.સી.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર દ્વારા આયોજિત કરેલા જામપુરા ઝોનના "કલા મહોત્સવ" તારીખ : 19-11-2025 ના રોજ જામપુરા પ્રાથમિક શાળામાં આયોજિત કરેલ હતો.
Vidhyalakshi Secondary School Palanpur
Powered by Blogger.






